Friday, 3 February 2023

યુવા પેઢી આટલું સમજે તો .........




આપને બધા માણસોથી ઘેરાયેલા છે ફોન બુકમાં હજારો નંબર છે, facebook માં હજારો મિત્રો છે, whatsapp ઉપર ઘણા ગ્રુપો છે,instagram પર હજારોમાં ફોલોવર્સ છે, આ બધું હોવા છતાં પણ માણસ એકલો છે અને એકલતા તેને કોરી ખાઈ રહી છે. હાલમાં જોઈએ છે કે સતત માણસોથી ઘેરાયેલો માણસ એક દિવસ એકાંત માં જઈને આત્મહત્યા કરે છે ત્યારે ફરી મગજ ચગડોળે ચડવા માને છે. હાલમાં આપને બધા એવા ભ્રમ માં જીવીએ છે કે આપની પાસે ઘણા સંબંધો છે. પરંતુ છેલ્લા સમયે વ્યકિત પોતાની જાતને એકલી સમજી બેસે છે, એની પાસે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એનો એક પણ માણસ નથી હોતો, માટે મિત્રો એમનું એક જ કારણ છે facebook, instagram, ઉપર હજારો મિત્રો હોય, પરંતુ તમારા ફેસને બુકની માફક વાંચી જાને એવા મિત્રોની ઘણી જરૂર છે. તમારી પાસે કેટલા સગા સંબંધી છે, કેટલા મિત્રો છે ,કેટલા સહ કર્મચારીઓ છે એ અગત્યનું નથી
પરંતુ એમાં કેટલા "તમારા શરીરને નહીં બલ્કે તમારા આત્માને ઓળખે છે" આત્માને ઓળખતો હોય એવો મિત્ર પસંદ કરજો.'

૨૦૨૪ ડાયરી લખવાથી થતાં ફાયદા???

👉જોકે આજકાલના ડિજિટલ યુગમાં લોકો પોતાના જીવનની ખાસ પળોને સોશ્યલ મીડિયામાં શેર કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આજે પણ એવા લોકો છે જે પોતાના અ...